અંક ૧: ને છેલ્લે મહુરત સચવાયું...!!!

માણસ ના બધા દિવસો સરખા નથી હોતા. કાલ સુધી આવું સાંભળ્યુંતું પણ આજે અનુભવ્યું. આમ તો દરેક માણસ ને એના રોજ ના જીવન માં કંઇક ને કંઇક પ્રસંગો બનતા જ હોય છે. હવે તેમાંથી શુ અનુભવવું અને શુ અનુ-ના-ભવવું (અહીં તમે હસી શકો ) એ આપણી ઉપર છે. આજે એવા જ એક અનુભવ ની વાત કરવાનો છું.

અખાત્રીજ નો એ દિવસ અને છેલ્લા એક મહિના થી બુક કરાવેલા બુલેટ બાઈક ની જોવાતી રાહ. આમ તો આજ દિન સુધી આપનો રેકોર્ડ રહ્યો છે સાહેબ કે જે ખરીદયુ એ સેકન્ડ હેન્ડ જ ખરીદ્યું છે. એ ચાહે બોડી રિટચ કરાવેલી એવી પહેલી ધોળી કાર ફ્રંટી હોય કે પછી ચોળાફળી વાળા જોડે થી  ૯૫૦ રૂપિયા માં વિથ ૧ GB મેમોરી કાર્ડ સાથે લીધેલો મોબાઈલ નોકિયા ૨૬૧૦ હોય.

આને મારો શોખ કહો કે મજબૂરી પણ આજે એ રેકોર્ડ તૂટવા જઈ રહ્યો હતો. કારણ કે હું બુલેટ એક દમ પેટી પેક લેવાનો હતો.

ક્હેવાય છે કે ૧૧:૩૯ નું મહુરત એ કાયમ વિજયી મહુરત હોય છે અને એ સમયે જે કરો એ સારું જ કેવાય એવું મને મારા એક ખાસ મિત્ર કલ્પિત ભાઈ એ કીધેલું (એમના વિશે ફરી ક્યારેક વાત કરીશ). એટલે આપડે તો એ વાત ને ધ્યાન માં લઈને બાઈક લેવા જવાનું નક્કી કર્યું.

હું મારા મિત્રો કલ્પિત ભાઈ (કપ્પુ ભાઈ), અલ્પેશ ભાઈ (અપ્પુ ભાઈ) અને ધ્રુવ (લાડકું નામ મલિક) એમ અમે ચારે જણા બાઈક લેવા માટે નીકળ્યા.નિર્ધારિત સમયે અમે શૉ રૂમ પહોંચ્યા. ડિલિવરી આપવા વાળી બાઈક્સ પહેલે થી જ બહાર પડી હતી. અને એમાં હતું મારુ ધોળા કલર નું  થન્ડરબર્ડ ૩૫૦X..જી ...હા.....થન્ડરબર્ડ ૩૫૦X..!! ઇટ્સ સેલ્ફી ટાઈમ :-)

બહાર પડેલું બાઈક જોઈને હું તો એના વિચારો માં ખોવાઈ ગયો. કેમ કે આટલા વર્ષો પછી તમને તમારી ડ્રિમ બાઈક મળવા જઈ રહી હોય અને એ તમારી સામે હોય તો મંત્ર મુગ્ધ થઇ જવું એ કોઈ પણ માટે સહજ હોય. પણ મારા માટે નહોતું . કેમ કે મારા વિચારો એક અલગાવવાદી (જે આખા ગામ થી અલગ ચાલતો હોય) ને સમર્થન આપે એટલા અલગ હતા.

મારા વિચાર હતા:  "એક લાખ ને ઈઠ્યોતેર હજાર ઓન રોડ પ્રાઇસ... પ્લસ મારા ઈન્સુરન્સ ની માહિતી અને પ્રોસેસ ની જાણકારી ના અભાવને કારણે ૧ પ્લસ ૨ એમ 3 વર્ષ ના કરેલા વીમા કરાર ના એકસઠ સો..... વળી પાછો મનગમતો નંબર વિશે પૂછતાં ઘા ભેગો ઘસરકો સમજી ને પાડેલી હા અને એના પાછા પંદરસો એક્સ્ટ્રા.... એમ થઇ ને કુલ બાઈક નો ખર્ચો એક લાખ ને પંચ્યાસી હજાર.....!!!".   

માર્ચ એન્ડ માં જે રીતે એકાઉન્ટ લખવા વાળો ગણતરી મારે એવી ગણતરી મારા મગજ માં ચાલી રહી હતી.

જેમ ઘી થી લથપથ એવી એક દમ ઢીલી ખીચડી માં કાંકરો આવે ને ખાવાની જે મજા બગડે એ જ રીતે એક કર્કશ અવાજે મારી મજા બગાડી દીધી.

"એ બારોટયા, અંદર આય..!!"

ગુજરાત ના કોકિલ કંઠ એવા દિવાળી બેન ભીલ પણ જો આજે  જીવતા હોત તો આ અવાજ વાળા ને છુટ્ટો ઢેખારો(પથરો) મારત.

આ અવાજ હતો ધ્રુવ ઉર્ફે મલિક ભાઈ નો. મલિક ભાઈ વિશે શું કહું? એક સમયે સારો એવો  કવિ સૌરાષ્ટ્ર ના સોરઠ ની વાતો કરતા થાકે પણ હું મલિક ભાઈ ના ગુણ ગાન ગાતા થાકું નહિ..!! 

*******************************************************
જોજામવંતું શરીર જેનું, અલબેલી જેની માયા..
દોઢ કિલો નું ડેરિંગ એનું, ને પચ્ચાસ કિલો ની કાયા..!!

મહિનો થાય તો દિવસો માં કરતો, એ ગવર્મેન્ટ ના કામ,
આધાર કાર્ડ લિંક હોય કે ગેસ સબસીડી, એ લેતો નહોતો કોઈ દામ..!!

કામ કમ્પલેટ કરતો એ, કામ જે તમે ઈચ્છો..
અજય દેવગણ જેવી ચાલ એની, ને ખભો ડાભે થી સહેજ નીચો..!! 

જાન, જીગર ને જાંગીયો આપે જે, મને એનું અભિમાન...
વેગનાર લઈને દુનિયા ફરતો, મલિક ભાઈ એનું નામ..!!
*******************************************************

મલિક ની બુમે મારી ગણતરી ની તપસ્યા નો ભંગ કર્યો ને હું શૉ રૂમ માં પ્રવેશ્યો.

શૉ રૂમ માં ભીડ હતી એટલે અમે લોકો એક ખૂણા માં પડેલા સોફા પર જઈને બેઠા. એ સમય ની સ્થિતિ જાણે છોકરી જોવા ગયા હોય ને સોફા પર બેઠા બેઠા આપણું મગજ જેમ છોકરી ના ઘર ના બેઠક રૂમ ને જેટલી બારીકાઇ થી ઓબસર્વ કરતુ હોય એમ અમે બધા શૉ રૂમ ને ઓબસર્વ કરવા લાગ્યા.

મલિક માટે આ અનુભવ તદ્દન નવો હતો. એ ગુજારીશ ના હ્રિતિક રોશન ની જેમ વ્હીલ ચેર જેવા એક સેપરેટ સોફા પર સુન મૂન બેઠો હતો.

છોકરી જોવા જઈએ તો જેમ સુંદર છોકરી પાણી ની ટ્રે લઈને પાણી આપવા આવે તેના થી તદ્દન વિરુદ્ધ એક આધેડ વય ના બેન જેમને રોયલ એન્ફિલ્ડ તરફ થી નિર્ધારિત કરેલા યુનિફોર્મ થી સુસજ્જ એવી બ્લુ કલર સાડી પહેરી હતી.એ પાણી ની ટ્રે લઇ ને આવ્યા...!!  એ સમયે એ બહેન અમને રોયલ બ્લુ કલર ના કલાસિંક ૩૫૦ બુલેટ ની યાદ અપાવતા હતા. અલબત્ત શૉ રૂમ નો દરેક કર્મચારી બુલેટ ના અલગ અલગ મોડેલ જેવો લાગતો હતો.

મારુ નામ બોલાયું. એક પર્શનલ ફાઇનાન્સ કંપની નો એજેન્ટ લોન ની પ્રોસેસ માટે મને બોલાવી ગયો.મેં ડોક્યુમેન્ટ  સબમિટ કર્યાં અને પછી શરુ થઇ ઑટોગ્રાફ આપવા ની  એક લાંબી સફર.......!!!

હું જાણે કોઈ બોલિવૂડ ફિલ્મ નો સ્ટાર હોઉં અને એ ઑટોગ્રાફ માંગતો હોય એમ લોન પપેર્સ પર સહીઓ કરવા લાગ્યો.સહી કરવા ની ના પાડતા જાણે લોન મેનેજરે કોઈ સજા ના આપી હોય, એવું લાગ્યું. આશરે ૭૮ જેટલી સહીઓ કરી. લોન ની પ્રોસેસ પુરી થઇ.

શૉ રૂમ નો એક માણસ આવી ને મને કોમ્પલીમેટ્રી હેલ્મેટ આપી ગયો. કોમ્પલીમેટ્રી માં કદી ચોઈસ ના હોય એટલે મને એ હેલ્મેટ ના ગમ્યું. મેં બીજા હેલ્મેટ ની માંગણી કરી. શૉ રૂમ નો માણસ જાણે અલગ રાજ્ય ની માંગ કરી હોય એ રીતે જોવા લાગ્યો અને બોલ્યા વગર જતો રહ્યો. એની ખામોશી ને હા સમજી ને હું પણ એની પાછળ ગયો અને બીજા હેલ્મેટ જોવા લાગ્યો.

બીજી બાજુ અમારા ગ્રુપ માં સૌથી વડીલ એવા અપ્પુ ભાઈ ની નજર રોયલ એન્ફિલ્ડ ની ટી શર્ટ પર પડી. એમને નવું નવું જીમ જોઈન કરેલું. કોણ જાણે એ દિવસે એમને બાઈસેપ્સ માર્યા હશે તે એક ઑફ ઓરેન્જ કલર નું  હાલ્ફ સ્લીવ નું ટી શર્ટ એમની આંખ માં વળગ્યું.

અમુક સમયે એવું થાય કે જેમ અરેન્જ મેરેજ માં મેરેજ પછી પત્ની ગમવા લાગે. એમ ટી શર્ટ માં પણ  ના ગમતો કલર પહેર્યા પછી ગમવા લાગે. ૪૫% ડિસ્કાઉન્ટ સાથે એ ટી શર્ટ એમને ૭૦૦ માં પડી. જોકે પૈસા અપ્પુ ભાઈ એ જ આપ્યા તેમ છતાં મારા એકાઉન્ટન્ટ જેવા મગજે એની પણ ગણતરી મારી.

"એક લાખ પંચ્યાસી હજાર ને સાતસો..!!! "

બીજી બાજુ મેં પણ બીજા કોઈ માંગે તો એમને માથે થાય નહિ એવા તદ્દન નિર્દોષ ભાવ સાથે લાર્જ સાઈઝ નું મસ મોટું હેલ્મેટ પસંદ કર્યું. અમે સામાન અને બાઈક ની કી લઈને બહાર ગયા.

હવે એ સમય આવી ગયો હતો. મારા અને મારા ડ્રીમ બાઈક ની વચ્ચે હવે માત્ર દસેક ફૂટ નું અંતર બાકી હતું.

હું અધીરાઈ થી મારા બુલેટ તરફ વધી રહ્યો હતો અને મારા ૧૮ વર્ષ જુના સ્પ્લેન્ડર બાઈક નું એક એક વર્ષ જાણે પાવરપોઈન્ટ  ની સ્લાઈડ F5 કરી ને જોતો હોય એમ મારી આંખ સામે થી જઈ રહ્યું હતું અને એમાં એક નવી સ્લાઈડ એડ થવા જઈ રહી હતી.

એવા માં અચાનક................................ મલિક એની ભાવનાઓ પર નો કાબુ ગુમાવી બેઠો.

જોકે અવાર નવાર કાબુ ગુમાવતો જ હોય છે જે અમારા માટે સહજ હતું. પણ આ વખતે તો જાણે બે દી થી ભૂખ્યું ભેંસ નું પાડું એની માં ને જોઈ ને જેમ એની માં તરફ દોટ મેલે, બરાબર એ જ રીતે મલિકે કી લઈને બુલેટ ની તરફ દોટ મૂકી.

લાજ શરમ નેવે મૂકી હોય એ રીતે મલિકે બાઈક નો સેલ મારી દીધો અને બાઈક ચાલુ થયું.

ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક....!!!  ને સમય હતો બરાબર  ૧૧:૩૯ નો અને અનાયાસે અમારું મહુરત સચવાઈ ગયું.


આ મારો પ્રથમ પ્રયત્ન હતો. તો જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય અને આવા અનેક કિસ્સા ઓ સાંભળવા માંગતા હોવ તો આ આર્ટિકલ ને શેર કરો અને કોમેંન્ટ કરીને મને તમારા અભિપ્રાય જણાવો જે હું આવનારી વાર્તા માં ઈમ્પ્રોવ કરી શકું.

આભાર,

હાર્દિક બ્રહ્મભટ્ટ (બોગસ ની વાતો)  

 ઓરિજિનલ ફોટો: મારો મિત્ર ધ્રુવ ઉર્ફે મલિક  થન્ડરબર્ડ ૩૫૦X સાથે   



Comments

  1. Malik bhai ni mauj ma hardik bhai ni khoj...bau j sundar rite ek ek shabd maja karave em lakhyo che aa blog ma..khub ambhinandan hardik bhai ...bas aa j lakhta raho

    ReplyDelete
  2. This was my first attempt at reading something which is of more than 5 lines! Wowww !! Je rite explain kryo incident, eu lagyu ke movie chali rhyu che ! Awaiting the next blog !

    ReplyDelete
    Replies
    1. અરે અરે...!! અમે ધન્ય થઇ ગયા.. :-)

      Delete
  3. Bhai Bhai... Khub Khub Abhinandan.. Taru swapnu Puru thyuu.. Tarii bogas nii...ramuji vato... Vanchi NE hasta hasta... Anu-na-bhavvu.. Hahaha.. Lakhta rhoo Bhai... Tmari Thunderbird ni savari nikli pdii... Thuk..thuk.. Thuk

    ReplyDelete
  4. Saheb....The Form is temporary, but the "CLASS" is permanent. Class chhe Saheb.\

    ReplyDelete
  5. Amazing..!! It is something extra ordinary narration of an incident i have ever read. You are too good at live stories like this as always. keep writing keep spreading happiness. Waiting for many more to come..

    ReplyDelete
  6. જોરદાર ભાઈ, ઘટનાને ખૂઅજ સરસ
    રીતે વર્ણન કરી છે.
    નવા બૂલેટ માટે અભિનંદન.

    ReplyDelete
  7. અદ્દભુત લેખન શૈલી... હર એક દ્રશ્ય જાણે નજર સમક્ષ ચાલી રહ્યુ હોય તેવી અનુભૂતિ...

    ReplyDelete

Post a Comment

Followers

Popular posts from this blog

અંક ૨: ને બોસ પૈસા પડી ગયા..!!

અંક ૫: મેં પણ રાખ્યું ગૌરી વ્રત..!!

કવિતા ૧: શું કહું તને કે હું કોણ છું?